રોંગ સાઈડથી આવતી ગાડીને પોલીસે અટકાવતાં ગાડી પલટી : ગાડીમાંથી દારૂનો જથ્થો નીકળ્યો : આરોપી ફરાર

image-147

copy image

copy image

કનૈયાબે ગામ નજીક રોંગ સાઈડથી આવતી ગાડીને પોલીસે અટકાવતાં ગાડી પલટી અને આ ગાડીમાંથી દારૂનો જથ્થો નીકળી પડ્યો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્ટની મુદતેથી બોટાદ ગયેલા ભુજના નાયબ પોલીસ અધીક્ષક રવિરાજસિંહ જાડેજા ગત રાત્રે પરત આવી રહ્યા હતા તે સમય દરમ્યાન ભુજ તાલુકાનાં કનૈયાબે ગામ નજીક સામેથી રોંગ-સાઈડમાં પૂરપાટ આવતી સ્કોર્પિયો ગાડીને અટકાવવા પ્રયાસ કરતા ચાલકે ગાડી હંકારી મૂકી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, બાદમાં  ગભરાયેલા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી પલટી મારી ગઈ હતી. ગાડી પલટી જતાં તેનો ચાલક ત્યાથી ભાગી ગયો હતો. આ કારની તપાસ હાથ ધારવામાં આવતા તેમાંથી શરાબની 338 બોટલ નીકળી પડી હતી. આ મામલે શ્રી જાડેજાએ પદ્ધર પોલીસને જાણ કરતાં પદ્ધર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. અને આ  સ્કોર્પિયોમાંથી કિંમત રૂા. 2,31,361ની  338 ભારતીય બનાવટની શરાબની અલગ-અલગ બોટલ કબ્જે કરી હતી ઉપરાંત અન્ય 78 બોટલ ફૂટી ગઈ હતી.પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂા. 5,31,361નો મુદામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-