રામપરના 45 વર્ષીય આધેડની હત્યા નિપાજવાઈ હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આવ્યું સામે : છાનબીનનો દોર શરૂ

copy image

copy image

વેકરાથી ધુણઈ જતા માર્ગે બાવળોની ઝાડીમાં ભેદી સંજોગો વચ્ચે રામપરના 45 વર્ષીય આધેડની લાશ મળી આવેલ હતી જે કેસમાં પોસ્ટમોર્ટમના અહેવાલમાં ગળેટૂંપાથી  મોત થયું હોવાનું સામે આવ્યું છે, જેથી અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો નોંધી પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પી. એમ.ના રિપોર્ટમાં ગળેટૂંપાથી મોત થયાનું બહાર આવ્યું છે, જેથી મૃતક હમીરના ભાઈ દ્વારા આ અંગે હત્યા નીપજાવ્યાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  હતભાગી શખ્સનાં ગળાંમાં ગમછો વિંટળાયેલો હતો. પ્રાથમિક તપાસમાં આ ગમછાથી જ તેની હત્યા નીપજાવ્યાનું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસે આ અંગે આગળની વધુ છાનબીન શરૂ કરી દીધી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-