પ્રયાગરાજમાં સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોએ કરી જમાવટ : દર ચોથા યાત્રિકે એક ગુજરાતી

copy image

copy image

હલામાં પ્રયાગરાજમાં આયોજિત કુંભમાં ત્રીસ લાખ જેટલાં ગુજરાતી યાત્રિકોએ શાહી સ્નાનનો લાભ લીધો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આ અંગે વધુમાં જાણવા મળી રહ્યું છે  ‘અહીં દર ચોથા યાત્રિકે એક ગુજરાતી જોવા માએ છે. ત્યારે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો અહીં વિશેષ પ્રમાણમાં આવી રહ્યા છે,  પ્રયાગની સીધી ફ્‌લાઈટ, સ્પેશ્યલ ટ્રેનોએ ગુજરાતના યાત્રિકોની સુગમતા વધારી છે.’ વધુમાં જાણવા મળી રહ્યું છે કે શાહી સ્નાન સમયે એક જ દિવસમાં ત્રણેક કરોડ લોકોએ કુંભ સ્નાનનો અવસર પ્રાપ્ત કર્યો હતો. જો કે આખો નદીનો કિનારો 48 કિલોમીટરનો હોવાથી કોઈપણ યાત્રિક ક્યાંય પણ કુંભ સ્નાન કરી શકે છે.

વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે અહીં કેટલાંક સાધુઓએ શાહી સ્નાન ઉપરાંત રુટિન ગંગા સ્નાન માટે પણ કેટલીક ચેતવણી આપી હતી. જેમ કે, ‘સવારના પહોરમાં ભીડમાં લોકો કપડાં પહેરીને સીધા સ્નાન કરવા પડે છે અને અહીં કપડાં બદલવાની જગ્યા ઉપલબ્ધ  ન હોવાના કારણે લોકોને પાંચથી સાત કિલોમીટર ચાલીને પોતાના સ્થાન સુધી જવું પડતું હોવાથી વ્યક્તિની પણ તબીયત બગડી જતી હોય છે. પરીણામે સંખ્યાબંધ સાધુઓ, યાત્રિકોએ બીમારીનો સામનો કરવો પડ્યો હતો.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-