અમરેશ્વરની નર્મદા કેનાલમાં છુપાવેલો દારૂનો જથ્થો જિલ્લા પોલીસે પકડી પાડ્યો

વડોદરા,ડભોઇ તાલુકાના અમલેશ્વર ગામના નામચીન બુટલેગરે ગામ પાસેની કેનાલમાં સંતાડેલો દારૂનો મોટો જથ્થો જિલ્લા પોલીસે પકડી પાડયો છે. અમરેશ્વર નવીનગરી ખાતે રહેતા દિનેશ ચીમન ઠાકોરે ગામની પાછળ નર્મદા માયનોર કેનાલમાં દારૂનો મોટો જથ્થો સંતાડયો છે. તેવી બાતમી એલસીબીને મળ્યા બાદ રેડ પાડતા દિનેશ તેમજ અન્ય બે વ્યક્તિઓ પલાયન થઇ ગઇ હતી. પોલીસે પાણી વગરની કેનાલમાં તપાસ કરતાં ઘઉંના પરાળના ઢગલાં નીચે સંતાડેલી દારૂની ૬૫૯ બોટલો જપ્ત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણેની શોધખોળ હાથ ધરી છે. પંચમહાલ જિલ્લા તરફથી દારૂનો જથ્થો ભરીને મારૂતિ ફ્રન્ટી કાર સાવલી થઇ વડોદરા જવાની છે. તેવી બાતમીના આધારે એલસીબીએ ખાખરીયા રેલવે ફાટક પાસે નાકાબંધી કરી હતી. મારૂતિ ફ્રંટી કાર આવતા તેને રોકી તપાસ કરતાં કારમાંથી ૩૮૪ નંગ દારૂની બોટલો મળી હતી. પોલીસે કારના ચાલક વિજય યશવંત કોલ્વે (રહે.મામાવાળું ફળિયું, કોયલી)ની અટકાયત કરી કાર અને એક મોબાઇલ સહિત મુદ્દામાલ જપ્ત કરી વધુ તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *