મહુવામાંથી તસ્કરીનાં મુદ્દામાલ સાથે શખ્સને પકડી લેતી ભાવ.એસઓજી

એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. એચ.એસ. ત્રિવેદી તથા એસ.ઓ.જી. સ્ટાફ મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાવકુદાન ગઢવીને બાતમી મળેલ કે, અગાઉ તાસકરીઓના ગુન્હાઓમાં ઝડપાઇ ચુકેલ રાજુ રમેશભાઇ સોલંકી રહેવાસી માર્કેટીંગયાર્ડ ખોડીયારનગર મહુવાવાળો કુબેરબાગ નજીકથી નિકળવાનો છે અને તેની પાસે તસ્કરી કરેલ દાગીનાઓ છે. જે વેચવા માટે જવાનો છે. જે હકિકત આધારે વોચમાં હતા દરમ્યાન મહુવા કુબેર બાગ પાસેથી રાજુભાઇ રમેશભાઇ સોલંકી પાસેથી ચાંદીની ઝાંઝરી જોડ-૧ વજન આશરે ૬૦ થી ૭૦ ગ્રામ કિંમત રૂ઼.૨,૦૦૦ ની મળી આવેલ જે અંગે કોઇ સંતોષકારક જવાબ નહી આપતા મુદ્દામાલ જપ્ત કરી મજકુરની ધરપકડ કરવામાં આવેલ. શખ્સની પૂછપરછ કરતા ઉપરોક્ત ચાંદીની ઝાંઝરી તથા અન્ય સોના ચાંદીના દાગીનાની પોતે તથા પોતાના એક સાગ્રીતે મળી વર્ષ ૨૦૧૭ માં મહુવા બુરહાની સોસાયટીમાંથી રાત્રીના અરસામાં એક બંધ મકાનના તાળા તોડી તસ્કરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. જે અંગે રેકર્ડ ઉપર ખરાઇ કરતા આ તસ્કરી બાબતે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર થયેલ છે. શખ્સ વિરૂધ્ધ કાયદેસર તપાસ કરી મહુવા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *