8.29 લાખના શરાબના કેસમાં પોલીસે ઓડિયો કે વીડિયોગ્રાફી ન કરતાં આરોપીના નિયમિત જામીન મંજૂર

Court-1495027562_835x547

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે રાપર પોલીસે રૂા. 8,29,440ના શરાબના ચકચારી કેસમાં ઓડિયો કે વીડિયોગ્રાફી ન કરતાં એક શખ્સને નિયમિત જામીન મળ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર પોલીસ મથકે રૂા. 8,29,440ના દારૂ અંગે ગુનો દર્જ થયો હતો. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન એક આરોપી ઈશમની ધરપકડ કરવામાં આવી હતી તેમજ માલ મોકલનાર તરીકે અન્ય બે શખસોના નામ સામે આવ્યા હતા. આ રેઈડ દરમ્યાન મુદ્દામાલ કબ્જે કરતી વખતી ઓડિયો-વીડિયોગ્રાફી કરવામાં ન આવતા દરોડો પડયો છે કે નહીં…? એવી શંકાના ઉદ્દભવે છે. ત્યારે આરોપીએ જામીન પર છૂટવા માટે કોર્ટમાં અરજી કરેલ હોવાથી ને પક્ષોની દલીલો સાંભળી ન્યાયાધીશએ રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી હતી.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-