કચ્છમાં ઠંડીમાં આંશિક રાહત : બે દિવસ બાદ ઠંડી વધવાની સંભાવના
copy image

હાલમાં કચ્છમાં ઉંચકાયેલા તાપમાનના કારણે ઠંડીમાં આંશિક રાહત અનુભવાઈ રહી છે. દિવસ દરમ્યાન બપોરના સમયગાળા દરમ્યાન ગરમ માહોલની અનુભૂતિ થઈ રહી છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે. બે દિવસ બાદ લઘુતમ પારો બે થી ત્રણ ડિગ્રી ગગડવાની સાથે ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નલિયામાં 10.5, ભુજમાં 13.2 અને કંડલા (એ)માં 13.6 ડિગ્રીએ તાપમાન નોંધાયું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
