અબોલ જીવોને પાણી પીવા માટેની સુગમ સુવિધા માટે સેવા વોટર ટેન્કર સમર્પિત કરાયું : જીવદયાપ્રેમી વેપારી દ્વારા લોકાર્પણનું આયોજન

તા. ૨૨ /૦૧/૨૦૨૫ સવારે સાડા આઠ વાગ્યે બિહારીલાલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે

એક જીવદયાપ્રેમી દ્વારા ભુજ એક્તા સોસાયટી પાસે આવેલા (શ્રી. બિહારીલાલ દૂધેશ્વર મહાદેવ મંદિર) ખાતે ભુજ શહેરના તમામ અબોલા ચોપગા જીવોને પાણી પીવા માટેનાં અવડાઓ તથા સાર્વજનિક ચબૂતરાઓમાં પક્ષીઓને પાણી પીવા માટે નાં કુંડાઓ ભરવા માટે એક વોટર ટેન્કર નિ:શુલ્કપણે સેવામાં સમર્પિત કરી રહ્યાં છે ભુજ ભીડ બજારના પાનમસાલાના હોલસેલર વેપારી (શ્રી. કલ્પેશભાઈ મોહનલાલ ઠક્કર) જેવો દરરોજ મોર્નીંગ વોક કરતાં કરતાં ભુજ શહેરના તમામ અવાડાઓ દર ત્રણ દિવસે અને એકાંતરે ચબૂતરાઓમાં પક્ષીઓને પાણી પીવા માટેનાં કુંડાઓ સાફસૂફી કરી પાણી ભરી રહ્યાં છે આ સેવાકીય પ્રવૃત્તિઓમય સત્કર્મમાં એક વધુ આ સેવા ઉમેરી પરોપકારી પરમાર્થી સ્વરૂપે નિખાર લાવવાનો પ્રબળ પ્રયાસ કરી રહ્યાં છે તો સેવા લોકાર્પણ કાર્યક્રમનો પ્રેસ રીપોર્ટીંગ કવરેજ કરવા માટે તમામ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના મિત્ર વર્તુળોને ભાવભર્યું નમ્રતાપૂર્ણ વિન્રમભાવે હાર્દિક રીતે નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે આનો સહજ રીતે રૂબરૂ તુલ્ય નિમંત્રણ સમજી પ્રેમપૂર્વક સમયસર પધારવા હ્રદયપૂર્વકની હાર્દિક વિનંતી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-