પડાણા નજીક અચાનક ટ્રક પલ્ટી મારી જતાં ચાલકનું વાહન નીચે દબાઈ જતાં મોત

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણા નજીક અચાનક ટ્રક પલ્ટી મારી જતાં ચાલક પોતે જ વાહન નીચે દબાઈ ગયો હતો જેમાં તેનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ શિવમ એન્ટરપ્રાઈઝની ટ્રક લઈને રાહુલરામ તથા નીરજકુમાર મહેસાણાના કડીથી ગાંધીધામ તરફ આવી રહ્યા હતા તે સમયે પડાણા પહોંચતા આગળ જતાં વાહનના અચાનક બ્રેક મારતા પાછળ આવતી ટ્રકના ચાલક નીરજે પણ બ્રેક માર્યો હતો. આ બનાવમાં ટ્રક પલટી મારી ગઈ હતી. તેનો ચાલક નીરજ દબાઈ જતાં તેને જીવ ગુમાવ્યો છે. તેમજ રાહુલરામ ઘાયલ બન્યો છે. આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-