અંજારમાં ઘરમાં ઘૂસી મહિલાને માર મારી 5.79 લાખની મત્તા પડાવી શખ્સ થયો ફરાર
copy image

અંજારમાં એક ઘરમાં ઘૂસી મહિલાને માર મારી 5.79 લાખની મત્તા કઢાવી આરોપી શખ્સ નાસી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ યમુના પાર્ક સોસાયટીમાં ઘરમાં ઘૂસી કુટુંભના સભ્યોને મારી નાખવાની ધમકી આપી ઉપરાંત મહિલાને માર મારી એક ઈશમે રૂા. 5,79,180ની મતા બળજબરીપૂર્વક પડાવી લઈ ગયો હતો. આ બનાવ ગત તા. 25/8/2024ના બપોરના સમયે બન્યો હતો. બનાવની વિગતો અનુસાર આ દિવસે 32 વર્ષીય એક મહિલા પોતાના ઘરે એકલા હતા, તે દરમ્યાન નજીકમાં જ મજૂરીકામ કરનાર આરોપી શખ્સ તેમનાં ઘરમાં ગેરકાયદેસર રીતે ઘૂસયો હતો. બાદમાં આ આરોપીએ મહિલાના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલાને માર માર્યો હતો. અને મહિલાનું ગળું દબાવી તેમની પાસેથી સોનાં-ચાંદીના દાગીના તથા રોકડ રકમ એમ કુલ રૂા. 5,79,180ની મત્તા પડાવી લઈ ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલો પોલીસ ચોપડે ચડતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
