મુંબઈના દાદરથી ઉપડતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં દારૂનાં બાચકાં બાંધીને પ્રવાસ કરતી મહિલાઓને મુસાફરોએ પકડી

crime

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે મુંબઈના દાદરથી ઉપડતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં દારૂનાં બાચકાં બાંધીને પ્રવાસ કરતી મહિલાઓને મુસાફરોએ પકડી પાડી છે. ગત તા. 23/1ના મુંબઈના દાદરથી ભુજ આવી રહેલી સયાજીનગરી એક્સપ્રેસ 20907માં 15થી વધુ મહિલાઓ કમર પર દારૂનાં    બાચકાં બાંધી ટ્રેનમાં સફર કરી રહી હતી. ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે,  4-5 મહિલા બાથરૂમ અંદરથી બંધ કરી બેઠી હતી. ત્યારે ટ્રેનમાં સવાર અન્ય મુસાફરને શંકા જતાં દરવાજો ખટખટાવ્યો હતો પરંતુ દરવાજો ખોલવામાં આવતા કચ્છ પ્રવાસી સંઘનો સંપર્ક કરવામાં આવેલ હતો. આ સંસ્થા દ્વારા તુરંત આર.પી.એફ.નો સંપર્ક સાધ્યો હતો. બાદમાં સુરત સ્ટેશન પહોંચતા પહેલા ટ્રેન ધીમી પડતાં ચાલુ ટ્રેનમાંથી આ તમામ મહિલાઓ ઉતરીને જતી રહી હતી. અનેક વખત ટ્રેનમાં દારૂના આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને આવી રહ્યા છે ત્યારે આ અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-