મુંદરા તાલુકાના નાના કપાયા ખાતે વહીવટી તંત્ર દ્વારા દબાણ દુર કરાયું

મુંદરા તાલુકાના નાના કપાયા ખાતે આવેલ સરકારી જમીન પર આશરે ૬૦૦ ચો.મી જમીન પર દબાણકારો દ્વારા પાક્કી ઓરડીઓ સહીત ભંગારના વાડા બનાવી સરકારી જમીન પર અનાધિકૃત દબાણ કરવામાં આવેલ. જે અનાધિકૃત દબાણની અંદાજીત કીમત રૂ.૬૦,૦૦,૦૦૦/- (અંકે સાઈઠ લાખ) થાય છે. સરકારી જમીન પર થયેલ અનાધિકૃત દબાણ પ્રાંત અધિકારીશ્રી-મુંદરાના માર્ગદર્શન તળે મામલતદાર-મુંદરા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી તા.૨૩/૦૧/૨૦૨૫ નાં રોજ દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ.
તા.૨૪/૦૧/૨૦૨૫.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
