અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ આવ્યો સામે : પતિએ ઉતારી પત્નીને મોતને ઘાટ

chari

copy image

copy image

  અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સપાટી પર આવ્યો છે. જેમાં પાલડી વિસ્તારમાં પત્નીની હત્યા કરીને હત્યારો પતિ ભાગી ગયો હતો. બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પાલડી વિસ્તારમાં આવેલ શાંતિવન નજીક મેનાગુર્જરી સોસાયટીમાં આ બનાવ બન્યો છે. અહી સોનલ નાયક નામની મહિલાની તેના પતિએ જ છરી વડે હત્યા કરી નાખી હોવાના અહેવાલો સામે આવ્યા છે. હત્યા બાદ આ શખ્સ ફરાર થઈ ગયો છે. આ મહિલાનો મૃતદેહ ઘરમાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળને વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-