મહેસાણા ખાતે આવેલ કડીમાં બ્રિજના ચાલુ કામ દરમ્યાન JCB કેનાલમાં ખાબક્યું : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
મહેસાણા ખાતે આવેલ કડીમાં નર્મદા કેનાલ પરના બ્રિજના ચાલુ કામ દરમ્યાન બ્રિજ વચ્ચેનો ભાગ તૂટી પડતાં બ્રિજ પર રહેલું JCB કેનાલમાં પડી ગયું હતું. સદભાગ્યે આ બાનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે મહેસાણા ખાતે આવેલ કડીતાલુકાના કરણનગર અને બોરીસણા ગામને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજ પર આ ઘટના સર્જાઈ હતી. અહી આ બ્રિજનું સમારકામ ચાલુ હતું તે સમયે અચાનક બ્રિજ વચ્ચેનો ભાગ તૂટી પડતાં બ્રિજ પર રહેલું JCB કેનાલમાં ખાબક્યું હતું. આ ઘટના અંગે અધિકારીઓને જાણ થતા જ તમામ બનાવ સ્થળ પર પહોંચ્યા હતા. સદભાગ્યે આ બાનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
