“કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડા રૂ. ૩૧,૬૦૦/- સહિત કુલ્લે રૂ. ૧,૩૩,૬૦૦/- ના મુદામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી તથા એચ.આર. જેઠીસાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન એ.એસ.આઈ. વાલાભાઈ ગોયલ તથા પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવીનાઓ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઈ. વાલાભાઈ ગોયલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, મોટી રાયણ ગામના બસ સ્ટેશન પાસે ચાયની કેબીન પાસે પતરા નીચે ખુલ્લી જગ્યામા અમુક માણસો ભેગા થઈ ધાણી પાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃતિ હાલે ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ધાણીપાસા વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
- પકડાયેલ ઇસમો :-
ભરત દેવાંધ ગઢવી ઉ.વ.૩૩ રહે.મોટી રાયણ તા.માંડવી
- સુલતાન અબ્દુલ તુર્ક ઉં.વ.૧૯ રહે.મોટી રાયણ તા.માંડવી
- ઇરફાન અબ્દુલ તુર્ક ઉ.વ.૨૨ રહે, મોટી રાયણ તા.માંડવી
- જીતેશ કરશન ગઢવી ઉ.વ.૨૮ રહે. મોટી રાયણ તા.માંડવી
- દેવરાજ કરશન ચારણ ઉ.વ.૪૧ રહે.નાની રાયણ તા.માંડવી
- રતન લક્ષમણ ગઢવી ઉ.વ.૪૦ રહે, મોટી રાયણ તા.માંડવી
- પચાણ પાલુ ગઢવી ઉ.વ.૩૦ રહે, નાની રાયણ તા.માંડવી
- અલ્તાફ નુરમામદ ભટ્ટી ઉ.વ.૩૭ રહે. મોટી રાયણ તા.માંડવી
- કબ્જે કરેલ મુદામાલ
- રોકડા રૂપીયા – રૂા.૩૧,૬૦૦/-
- ધાણી પાસા નંગ- ૦૨ કી.રૂ.૦૦/-
- મોબાઈલ ફોન નંગ-૦8, કી.રૂ.૪૨,૦૦૦/-
- મોટર સાઇકલ નંગ-૦૪ કિ.રૂ.કિ.રૂ.૬૦,000/-
એમ કુલ કી.રૂા.૧,૩૩,૬૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
