સુરતમાં વધુ એક આગનો બનાવ : રિપેરીંગ કામ કરાવ્યા બાદ જઈ રહેલી બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી
સુરતમાં વધુ એક આગનો બનાવ બન્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કોસાડ અમરોલી સાયણ ચેક પોસ્ટ નજીક આ આગનો બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે મહાનગરપાલિકા સંચાલિત બસ ડેપોમાંથી રિપેરીંગ કામ કરાવ્યા બાદ જઈ રહી હતી તે સમયે અચાનક બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાના થોડા મિનિટોમાં જ બસ સંપૂર્ણ સળગી ઉઠી હતી. સદભાગ્યે બસમાં કોઈ મુસાફરો ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. આગના બનાવની પગલે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ બનાવમાં બસ સંપૂર્ણ પણે બળીને ભશ્મ થઈ છે.આ બસમાં સોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન સામે આવ્યું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
