મુંદરા કસ્ટમ દ્વારા 150 કરોડની સાયકોટ્રોપિક દવાનો નાશ કરાયો

image-191

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે મુંદ્રા કસ્ટમ્સ દ્વારા નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ કાયદા હેઠળ આવતા સાયકોટ્રોપિક પદાર્થ ટ્રામાડોલની 94 લાખ ગોળીનો નાશ કરવામાં આવ્યો છે.જાણવા મળી રહ્યું છે કે વર્ષમાં 2024માં આફ્રિકા જતા નિકાસ કન્સાઇનમેન્ટમાંથી આ ગોળીઓ  કબ્જે કરાઈ હતી. NDPS કાયદા 2018 હેઠળ ટ્રામાડોલને સાયકોએક્ટિવ ડ્રગ તરીકે વર્ગીકૃત કરાયું ત્યાર બાદ કરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન સૌથી મોટી જપ્તી છે. જેની અંદાજિત કિંમત રૂ. 150 કરોડ હોવાનું સામે આવ્યું છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, કબ્જે કરવામાં આવેલ દવાઓનો ગત ગુરૂવારે કચ્છ ના ભચાઉ સ્થિત ઇન્સિનેરેટર ખાતે નાશ કરાયો છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-