૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ નાં રોજ ૭૬ માં રાષ્ટ્રીય પ્રજાસતાક દિવસ નિમિતે બહુમાળી ભવન, ભુજ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

૨૬મી જાન્યુઆરી ૨૦૨૫ નાં રોજ ૭૬ માં રાષ્ટ્રીય પ્રજાસતાક દિવસની ઉજવણી નિમિતે બહુમાળી ભવન, ભુજ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં બહુમાળીભવન ખાતે ફરજ બજાવતા સુ.શ્રી રચનાબેન શમો, જીલ્લા યુવા અધિકારીશ્રી (વર્ગ-૧), નેહરુ યુવા કેન્દ્ર, કેન્દ્ર સરકાર, બહુમાળી ભવન, ભુજ-કચ્છનાં વરદ હસ્તે સવારે ૯-૩૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક ઉધ્ધોબોધન કરેલ ત્યારબાદ બહુમાળીભવન સહકારી મંડળીનાં મંત્રી મહમદહુશેન બાયડ ધ્વારા સુશ્રી રચનાબેન શમો નું પુસ્તક ભેટ ખાપી વિશેષ સન્માન કરેલ. આજનાં ધ્વજવંદનમાં સેવા આપનાર ભરત સુધાર, કારગીલ યુધ્ધ વિજેતા, નિવૃત આર્મી મેન, તેમજ બહુમાળી ખાતે સાફ-સફાઈની સેવા આપતા મુળજી મતિયાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં ધિરાણ અને સહકારી મંડળીનાં હોદેદારો શ્રી મયુર જાદવ, મહમદહુશેન બાયડ સાથે કારોબારી સભ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં બહુમાળીભવન ખાતે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીશ્રીઓ પોતાના પરીવાર સાથે તથા નાગરિકો હષોઉલ્લાસ સાથે ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન મહમદહુસેન આઇ. બાયડ ધ્વાસ કરવામાં આવેલ. અંતમાં તમામ ઉપસ્થિત અધિકારી અને કમેચારીશ્રીઓ બહુમાળી પ્રાંગણમાં સમુહ અલ્પાહાર કરવામાં આવેલ.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
