“ભેરૂનાથ વાસણ ભંડાર”દુકાનની આડમાં ગેસ બોટલ રીફીલીંગનો પર્દાફાશ કરી એક ઇસમને ઝડપી પાડતી SOG ભરૂચ

image-206
SOG ભરૂચની ટીમ પાનોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન પો.કો.સુરેશભાઈ રામસીંગભાઇનાઓને બાતમી મળેલ કે, "મહારાજા નગર ખાતે આવેલ સાનિધ્ય કોમ્પલેક્ષમાં આવેલ 'ભેરૂનાથ વાસણ ભંડાર' નામની દુકાનમાં સાગર ખટીલ નામનો ઈસમ તેની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ કરે છે” જેવી બાતમીના આધારે 'ભેરૂનાથ વાસણ ભંડાર' નામની દુકાનમાં ચેક કરતા રીલાયન્સ કંપનીની ૧૫ કિલોની કુલ નંગ ૨, એચ.પી. કંપનીની ૧૫ કિલોની કુલ નંગ ૨,  સુજાતા ગોલ્ડ કંપનીની ૫ કિલોની બોટલ નંગ ૨, ફૈઝકીંગ કંપનીની ૫ કિલોની બોટલ નંગ ૧, તેમજ ગેસ રીફલીંગ પાઈપ નંગ ૧ અને ઈલેકટ્રીક વજન કાંટો નંગ ૧ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૯,૬૦૦/- રાખી અનઅધિકૃત રીતે એક ગેસની બોટલમાંથી બીજી બોટલમાં સળગી ઉઠે તેવો પદાર્થ ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકાઈ એવુ કૃત્ય કરવા બદલ તેના વિરૂધ્ધ પાનોલી પો.સ્ટે. માં BNS કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી

સાગર શાંતિલાલ ખટીલ, ઉ.વ. ૩૮, રહેવાસી. મ.નં. ૧૯૦, વિભાગ ૦૩, અયોધ્યમપુરમ સોસાયટી, કાપોદ્રા, તા. અંકલેશ્વર, જી ભરૂચ.

પકડાયેલ મુદ્દામાલ

(૧) રીલાયન્સ કંપનીની ૧૫ કિલોની કુલ નંગ ૨, કિ.રૂ.૩૬૦૦/-

(૨) એચ.પી. કંપનીની ૧૫ કિલોની કુલ નંગ ૨, કિ.રૂ.૨૮૦૦/-

(૩) સુજાતા ગોલ્ડ કંપનીની ૫ કિલોની બોટલ નંગ ૨, કિ.રૂ.૧૦૦૦/-

(૪) ફૈઝકીંગ કંપનીની ૫ કિલોની બોટલ નંગ ૧, કિ.રૂ.૭૦૦/-

(૫) ગેસ રીફલીંગ પાઈપ નંગ ૧, કિ.રૂ.૫૦૦/-

(૬) ઈલેકટ્રીક વજન કાંટો નંગ ૧, કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ કિંમત કિ.રૂ. ૯,૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-