લીંમજ ગામની સીમમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જંબુસર પોલીસ

પોલીસ ઈન્સપેક્ટર એ.વી.પાણમીયા જંબુસર પો.સ્ટે. નાઓની સુચનાના આધારે પો.સ.ઈ.કે.એન.સોલંકી તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે સમય દરમ્યાન સાથેના પો.કો. પ્રવિણભાઈ તથા પો.કો.નિતેષભાઈનાઓની સંયુક્ત મળેલ ચોક્કસ બાતમીના આધારે લીંમજ ગામની પડતર ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે પૈસાનો હાર-જીતનો જુગાર રમતાં ત્રણ ઈસમોને પકડી પાડી તથા એકને વોન્ટેડ જાહેર કરી રોકડા રૂપિયા ૧૧,૫૫૦/- તથા મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૧૫,૦૦૦/-તથા મો.સા.નંગ ૦૧ કિ.રૂ.૫૫,૦૦૦/- તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ રૂ.૮૧,૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત
(૧) ભુપતસિંહ શિવસિંહ સિંધા, ઉ.વ.૭૫, ધંધો.ખેતી, રહે.કાવા ગામ, ઓડ ફળિયું, તા.જંબુસર.
(૨) વિશાલ ઉર્ફે બોડીયો નરસંગભાઈ પરમાર, ઉ.વ.૩૦, ધંધો.લાઈટ ફિટીંગ, રહે.જંબુસર ટંકારી ભાગોળ, દરબાર ખડકી, તા.જંબુસર જિ.ભરૂચ.
(૩) ચંદુભાઈ જેસંગભાઈ જાદવ, ઉ.વ.૪૫, ધંધો.મજુરી, રહે. કાવા ગામ, ઓડ ફળિયું, તા.જંબુસર, જિ.ભરૂચ.
વોન્ટેડ આરોપીઓની વિગત
(૧) સાગરભાઈ ભયજીભાઈ વસાવા, રહે. જંબુસર, તાડીયા હનુમાન, તા.જંબુસર, જિ.ભરૂચ.
પકડાયેલ મુદામાલ
આરોપીની અંગ ઝડતી તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૧૧,૫૫૦/- તથા મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા મો.સા.નંગ ૦૧ કિ.રૂ.૫૫,૦૦૦/- તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત રૂ.૮૧,૫૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, જંબુસર
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
