ભરૂચના નંદેલાવ ગામ નવીનગરીની પાછળ ખુલ્લામાં જુગાર રમતા પાંચ આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ

પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ એલ.સી.બી. ભરૂચનાઓની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન બાતમી મળેલ કે, “નંદેલાવ ગામ નવીનગરી પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ભેગા થઇ પત્તા-પાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમે છે અને હાલ સદરહુ જગ્યાએ જુગારની પ્રવૃત્તિ ચાલુ છે” જેવી મળેલ બાતમીના આધારે નંદેલાવ ગામ નવીનગરી પાછળ ખુલ્લી જગ્યામા જુગાર અંગે સફળ રેઇડ કરી અંગઝડતીમાંથી તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૧,૨૪૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/- તથા પત્તા-પાના નંગ- પર તથા પાથરણું-૦૧ મળી કુલ કી.રૂ.૨૧,૨૪૦/- ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર "એ" ડીવી. પો.સ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) ઉસ્માન આદમ પટેલ, ઉ.વ.૪૦, રહે.ભરૂચ કસક પોલીસ ચોકીની પાછળ, તા.જી.ભરૂચ.
(૨) મહંમદ મુસ્તાક સૌંદ, ઉ.વ.૨૯, રહે.નંદેલાવ ગામ ગરીબનવાઝ સોસા.,તા.જી.ભરૂચ.
(૩) સુનીલ ઉર્ફે રાકેશભાઈ શનાભાઈ વસાવા, ઉ.વ.૩૧, રહે.નંદેલાવ ગામ, મંદિર ફળિયું, તા.જી.ભરૂચ.
(૪) રોહીતભાઈ મુકેશભાઈ વસાવા, ઉ.વ.૩૦, રહે.નંદેલાવ ગામ, દિવાન ફળિયું, તા.જી.ભરૂચ.
(૫) દેવેન્દ્રભાઈ શાંતીલાલ વસાવા, ઉ.વ.૨૪, રહે.નંદેલાવ ગામ, નવીનગરી ફળિયું, તા.જી.ભરૂચ.
કબ્જે કરેલ મુદામાલ
(૧) દાવ ઉપર તથા અંગઝડતીના મળી કુલ રોકડા રૂપીયા ૧૧,૨૪૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ. ૧૦,૦૦૦/-
(૩) પત્તા-પાના નંગ-પર
(૪) પાથરણું નંગ-૦૧
મળી કુલ કિંમત રૂપિયા ૨૧,૨૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
