અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં થયેલ ઘરફોડ ચોરીનાં ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી ભરૂચ જીલ્લાના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડવા સુચના આપેલ સુચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ સી.કે.પટેલનાઓના માર્ગદર્શન હેઠળ વી.આર.ભરવાડ પોલીસ ઈન્સ્પેકટર ભરૂચ શહેર "સી" ડીવીઝનનાઓએ આરોપી પકડવા સૂચના કરતા સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેકટર તથા અન્ય પોલીસ માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે સમય દરમ્યાન બાતમી મળેલ કે, “ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પો.સ્ટે.ના ઘરફોડના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપી જસબીરસિંગ જોગીન્દરસિંગ ટાંક (ઉ.વ.૨૨, હાલ રહે. કસક ઝુંપડપટ્ટી, ગુલબીનો ટેકરો, તા.જી.ભરૂચ.) કસક ઝુંપડપટ્ટી ખાતે હાજર છે જેણે શરીરે કાળા કલરની સફેદ પટ્ટાવાળી ટી-શર્ટ તથા કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરેલ છે” જેવી મળેલ બાતમી આધારે ઉપરોક્ત જગ્યાએ વોચ તપાસ કરતા સદર ઇસમ હાજર મળી આવતા તેના નામ-સરનામાની ખાત્રી કરી આરોપીને પકડી ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે ખાતે લાવી BNSS કલમ મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અર્થે અંકલેશ્વર GIDC પો.સ્ટે. ને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
