અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ,ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ની ટીમ અંજાર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે આરોપી શક્તિસિંહ પરબતસિંહ જાડેજા તથા મયુરસિંહ દિલુભા જાડેજા તથા હરીભાઈ મોતીભાઈ કોલી રહે. ત્રણેય વ૨સામેડી તા.અંજાર વાળા વરસામેડી ગામ સુતાસર રોડ પર આવેલ શક્તિસિંહ પરબતસિંહ જાડેજાની માલિડીની ઓરડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જેથી ઉપરોકત જગ્યાએ જઈ તપાસ ક૨તા નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
હાજર ન મળી આવેલ આરોપીઓના નામ
(૧) શક્તિસિંહ પરબતસિંહ જાડેજા રહે. વરસામેડી તા.અંજાર
(૨) મયુરસિંહ દિલુભા જાડેજા રહે. વરસામેડી તા.અંજાર
(3) હરીભાઈ મોતીભાઈ કોલી રહે. વરસામેડી તા.અંજાર
દાખલ કરેલ ગુનાની વિગત-
અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૮૦/૨૫ પ્રોહી.૩.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
