રાજકોટમાં નકલી પોલીસે બાઈક ચાલક પાસેથી 23 હજાર પડાવ્યા

police

copy image

copy image

નકલીની બોલબાલા વચ્ચે રાજકોટમાં નકલી પોલીસે બાઈક ચાલક પાસેથી 23 હજાર પડાવી લીધા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં આવેલ અમૂલ સર્કલ નજીક બાઈક ચાલક પાસેથી રૂપિયા 23 હજાર પડાવી લેવાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.  બનાવની વિગતો મુજબ બે શખ્સોએ એક બાઈક ચાલકને અટકાવી અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી બાદમાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપેલ હતી. કેસ ન કરવા બદલ પૈસાની માંગ કરી અને આ યુવાન પાસેથી 23 હજાર પડાવી લીધા હતા. આ યુવાને તુરંત પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ હતી. જેથી પોલીસે  CCTVના આધારે બન્ને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-