ભુજના એક ટ્રાફિક પોલીસ કર્મીએ માનવતા અને સેવા ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

image-220

આજના દિવસોમાં સંવેદનશીલતા અને માનવતાના દાખલા જોવા મળવાનું દુર્લભ બની રહ્યું છે ત્યારે ભુજના એક ટ્રાફિક પોલીસ કર્મી એ જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે માનવતા અને સેવા ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આજે સવારે ભુજના ટ્રાફિક થી વ્યસ્ત રહેતા જૂબેલી સર્કલ પાસે ટ્રાફિક નું નિયમન કરી રહેલા રજાક ભાઈ એ એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને રસ્તો ઓળંગવા માટે પ્રયાસ કરતા જોયા એટલે તરત જ ટ્રાફિક રોકાવી અને એ દ્રષ્ટિહિન વ્યક્તિને સલામત રીતે રસ્તો પાર કરાવ્યો હતો આવા કર્મચારીઓની જરૂર છે, જેઓ માત્ર ફરજ સુધી સીમિત રહેતા નથી, પરંતુ સમાજ માટે એક ઉદાહરણ સ્થાપિત કરે છે આ ઘટનાએ ટ્રાફિક પોલીસ અને સામાન્ય નાગરિકો વચ્ચે વિશ્વાસનું બંધન મજબૂત કર્યું છે અને માનવતાના જીવનમૂલ્યો જીવંત રાખવા માટે પ્રેરણા પૂરું પાડી રહ્યા છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-