માંડવીમાંથી 21 હજારની રોકડ સાથે તીનપત્તીનો જુગાર રમતી આઠ મહિલાઓ ઝડપાઈ

jugar

copy image

copy image

માંડવીમાંથી તીનપત્તીનો જુગાર રમતી આઠ મહિલાઓને પોલીસને રંગે હાથ પકડી છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર  ગત દિવસે સાંજના સમયે માંડવીમાં આવેલ  એસ. કે. વર્મા રોડ પર આવેલી જાહેર જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો હતો. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે રૂ.21480 સાથે આઠ મહિલાઓને ઝડપી પાડી હતી. પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-