ગુંદાલામાંથી ચાર પત્તાપ્રેમીઓની અટક

copy image

copy image

મુન્દ્રા તાલુકાના ગુંદાલામાંથી ગંજીપાના વડે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ એસાર પેટ્રોલ પંપ પાછળ બાવળોની ઝાડીમાં અમુક ઈશમો ગંજીપાના વડે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા તે દરમ્યાન અચાનક આવેલ પોલીસે આ ખેલીઓને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-