સિદ્ધપુર GIDCમાંથી બહોળા પ્રમાણમાં નકલી ઘી અને તેલનો જથ્થો ઝડપાયો
સિદ્ધપુર GIDCમાંથી નકલી ઘી અને તેલનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફૂડ વિભાગે પાટણની સિદ્ધપુર GIDCમાં રેઈડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમ્યાન બહોળા પ્રમાણમાં શંકાસ્પદ ઘી અને તેલનો જથ્થો મળી આવ્યો હતો. SOG અને ફૂડ વિભાગને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, GIDCમાં આવેલ આ ફેક્ટરીમાં ભેળસેળવાળું ઘી અને તેલ બનાવવામાં આવી રહ્યું છે. મળેલ બાતમના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં અલગ અલગ બ્રાન્ડના 8,219 કિલો તેલનો કુલ 9 લાખ 81 હજારનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે. આ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-