મહેસાણા ખાતે આવેલ દેદીયાસણમાં એક મકાનમાં ભેદી બ્લાસ્ટથી ચકચાર

મહેસાણા ખાતે આવેલ દેદીયાસણ ગામમાં એક મકાનમાં બ્લાસ્ટ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દેદીયાસણ ગામમાં બ્લાસ્ટ થતાં જ આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આ બનાવમાં 70 વર્ષીય વૃદ્ધા ઘાયલ બન્યા છે. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ મકાનમાં ભેદી બ્લાસ્ટથી મકાન આખું અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યું છે.  આ મકાનમાં ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યા બાદ તપાસ કરવામાં આવતા ગેસનો બાટલો ભરેલો મળ્યો હતો. આ કયા કારણોસર બ્લાસ્ટ થયો હશે તે સહિતની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-