જૂની ધામાયનો શખ્સ બે બોટલ દારૂ સાથે પકડાયો

નખત્રાણા તાલુકાના જૂની ધામાય – ચરાખડા વચ્ચે અદાણીના સ્ટોર પાસેથી પોલીસે એક ઈસમને બે બોટલ દારૂ સાથે પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઙે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પિંકરાજસિંહ સોલંકીએ જૂની ધામાયના પરેશદાન પીંગળદાન ગઢવી (ઉ.વ.૩૦)ને બે બોટલ દારૂ તથા મોટર સાયકલ મળી કુલ રૂ.૧૦,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *