રાજકોટ : ઘરફોડ ચોરીના ગુનામાં બે શખ્સની અટકાયત કરતી ક્રાઈમ બ્રાન્ચ

રાજકોટ શહેરમાં વધતા જતા ઘરફોડ ચોરી, લુટ અને વાહનતસ્કરીના બનાવને અટકાવવા પોલીસ દ્વારા ખાસ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શહેરના પોષ વિસ્તારમાં તસ્કરી કરનાર બે શખ્સને આજી ડેમ પાસેથી પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તસ્કરીના ગુનામાં નાસ્તા ફરતા શખ્સ લલિત ઉર્ફે લક્કી ધામેચા અને જગદીશ માંગરોલીયાને પકડી પાડી પુછપરછ કરતા કબુલાત આપી હતી કે થોડા દિવસ પહેલા તેઓ એ બંને સાથે મળી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાં અંદર પ્રવેશ કરી મકાન માલિક સુતા હતા એ સમયે એક સોનાનો ચેઈન, રોકડ અને મોબાઈલ સહીત ૧૫ લાખ રૂપિયાની તસ્કરી કરી હતી. જે પૈકી પોલીસે શખ્સ પાસેથી એક સોનાનો ચેઈન, રોકડ ૮ લાખ મોબિલ સહીત ૧૧ લાખ ૩૦ હજાર નો મુદામાલ જપ્ત કરી બાકી મુદામાલ રીકવર કરવા તજવીજ હાથ ધરી છે. ઉલેખ્ખનીય છે કે બંને શખ્સ ડ્રાઈવર તરીકે છૂટક મજુરી કરે છે અને રૂપિયાની જરૂરિયાત હોવાથી તસ્કરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *