પેટ્રોલિંગમાં નીકળેલ વાહનને જોઈ સર્જાયેલ નાસભાગમાં એક શખ્સ દુકાનના પતરાં પર ચડ્યો : પતરું તૂટતાં પતરા સહિત નીચે પટકાતાં મહિલા ઘાયલ
ગત દિવસે સંજાના સમયે અમન નગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ વાહનને જોઈ સર્જાયેલ નાસભાગમાં એક શખ્સ છતથી એક દુકાનના પતરાં પર ચડતાં પતરૂં તૂટતાં નીચે પટકાયું હતું જેમાં ટપોરી અને દુકાન માલીકના પત્ની ઘાયલ બનતા સારવાર અર્થે લઈ જવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.10/2ના સાંજના અરસામાં અમનનગર મોટાપીર ચાર રસ્તાના માર્ગે પેટ્રોલીંગ માટે આવેલ પોલીસનું વાહન જોઈ ત્યાં એકત્ર લુખ્ખાઓમાં નાસભાગ મચી હતી. આ નાસભાગમાં તો એક ટપોરી છત પરથી બાજુની સિમેન્ટના પતરાંવાળી દુકાન પરથી નાસવાના પ્રયાસમાં પતરૂં તૂટતાં પોતે પતરાં સાથે નીચે પટકાયો હતો. આ બનાવમાં પતરૂં તુટતાં દુકાનમાલીકની પત્નીને હાથ અને ગળામાં પતરૂં લાગતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા.