ભુજના યુવાન સાથે 9.84 લાખની ઠગાઈ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

ભુજના યુવાન સાથે 9.84 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 18 ઓક્ટોબર બાદ બનેલ આ બનાવ અંગે ગત દિવસે ભુજના મહમદ આરિફ તાલબભાઈ પંખેરિયા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીનું  મની ટ્રાન્સફરનું કામ નખત્રાણાનો કોઈ શખ્સ કરતો હતો. કામ દરમ્યાન ગત તા. 18/10ના તેને ફરિયાદીને ફોન દ્વારા જાણ કરેલ કે, આજે મારે 11,90,000ની જરૂર છે.પરીણામે ફરિયાદીએ કસીરા પોર્ટસ અને મારુતિ પેમેન્ટ એપથી આરોપીના કહેવાનુસાર ગ્રાહકોનાં ખાતાંમાં કુલ 11,90,000 ટ્રાન્સફર કર્યા હતા.  ત્યાર બાદ પછીના દિવસે તેની પાસેથી પૂરેપૂરાં નાણાં પરત લેવાનાં હતાં આરોપી ઈશમે ફરિયાદીને 1,73,000 અને તા. 20/10ના રૂા. 33,000 એમ કુલ રૂા. 2,06,000 પરત આપ્યા હતા અને બાકી નીકળતી રકમ આપવા માટે વાયદાઓ કર્યા હતા. પરંતુ બાકીની રકમ પરત ન આપતાં ફરિયાદીએ આરોપી શખ્સ વિરુદ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી. પરીણામે પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આગળની વધુ તપાસ આરંભી છે.