આદિપુરમાં સસરાને મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
copy image

આદિપુરમાં સસરાને મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર શહેરના વોર્ડ-4-એ વિસ્તારમાં રહેનાર તથા નિવૃત્ત જીવન ગાળતા જખા ભીમા હુંબલ નામના વૃદ્ધે ફરિયાદ દાખલ કરાવી છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીના દોહિત્ર ને કોલેજની ઓનલાઇન ફી ભરતાં તેના પિતા હરીશ બાબરિયાએ ઝઘડો કરતાં આ યુવાન પોતાના નાના એવા ફરિયાદીના ઘરે રહેવા માટે આવેલ હતો. આ વાતનું મનદુ:ખ રાખી આરોપીએ ફરિયાદીને ફોન કરી મારી નાખવાની ધમકી આપેલ હતી ઉપરાંત ગત તા. 31-1ના ફરિયાદીના ઘરે જઈ ઝગડો કરેલ હતો. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.