ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કરતા વધારે બેન્ટોનાઇટ ભરેલ ૦૩ ડમ્પરને પકડી આગળની કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગ ભુજ તરફ મોકલી આપતી ગઢશીશા પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરી અટકાવવા તેમજ ઓવરલોડ ચાલતા વાહનો ઉપર કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને આજરોજ તારીખ ૧૧/૦૨/૨૦૨૫ના રોજ ગઢશીશા પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ સાહેબ તથા પો.હેડ.કોન્સ. ભીમજીભાઈ વેરશીભાઈ રબારી અને પો.કોન્સ રમેશભાઈ ધનજીભાઈ ચૌધરી એમ પોલીસ સ્ટાફના માણસો રતડિયા નાગ્રેચા રોડ પર વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન ૦૩ ડમ્પર રોયલ્ટી કરતા વધારે બેન્ટોનાઇટ ઓવરલોડ ભરી મળી આવેલ હોઈ જેથી ડમ્પર રજી. નં.(१) GJ12BX9405 (२) GJ39TA2786 (3) GJ12CT6332 વાળાને આગળની કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગ ભુજ તરફ રીપોર્ટ મોકલી આપી ડમ્પર ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
I/C પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ સાહેબ તથા પો.હેડ.કોન્સ. ભીમજીભાઈ વેરશીભાઈ રબારી તથા પો.કોન્સ રમેશભાઈ ધનજીભાઈ ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો.