શિણાયમાંથી છ પત્તાપ્રેમીઓને પોલીસે દબોચ્યાં
copy image

ગાંધીધામ ખાતે આવેલ શિણાયમાંથી છ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના શિણાય ગામના ચોકમાં ગત સાંજે અમુક ઈશમો ગંજી પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહયા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી છ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 81,300 સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.