ઝુરા કેમ્પમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિને પોલીસે ઝડપી : આરોપી ફરાર

copy image

copy image

ભુજના ઝુરા કેમ્પમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિને ઝડપી પાડી હતી. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઝુરા કેમ્પમાં માધાપર પોલીસે કાર્યવાહી હાથ ધરી અને દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિને પકડી કુલ રૂા. 44,000નો માલ સામાન કબ્જે કર્યો છે. આ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સો હાજર મળી આવેલ ન હતા. પૂર્વ બાતમીના આધારે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અને 1600 લિટર આથો કિ. રૂા. 40,000 તથા દેશી દારૂ મળી કુલ રૂા. 44,000નો મુદ્દામાલ હસ્તગત કરી હાથમાં ન આવેલ આરોપી શખ્સોને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.