ભુજના માનકૂવામાંથી પાંચ ખેલીઓની અટક

970736623Jugar

copy image

copy image

ભુજના માનકૂવામાંથી પાંચ પત્તા પ્રેમીઓને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રીના સમયે માનકૂવાના વથાણ ચોકમાં હનુમાનજીનાં મંદિરની નજીક અમુક ઈશમો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી પાંચ ખેલીઓની અટક કરી હતી. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ સહિત કુલ રૂ. 37,640નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.