લૈયારી ગામમાં 18 વર્ષીય યુવાનનો આપઘાત
copy image

નખત્રાણા ખાતે આવેલ લૈયારી ગામમાં 18 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. તા.11/2ના રાતના સમયે 18 વર્ષીય યુવક સવીલાલ ખીરા કોલીએ કોઈ અગમ્ય કારણોસર બાવળની ઝાડીની ડાળીમાં રસ્સી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ યુવાનને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે નિરોણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.