નખત્રાણાના ઘડાણીમાં 32 વર્ષીય યુવાને કોઈ કારણે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

નખત્રાણા ખાતે આવેલ ઘડાણીમાં 32 વર્ષીય યુવાને કોઈ કારણે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના ઘડાણી ગામમાં રહેતા ઉમર કાસમ કુંભાર નામના યુવાને જીવનનું આ અંતિમ પગલું ભર્યું હતું. ગત દિવસે હતભાગી પોતાની વાડી પર હાજર હતો તે સમયે કોઈ અકળ કારણે લીમડાના ઝાડ પર દોરી બાંધીને ગળેફાંસો લીધો હતો. બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધૂ કાર્યવાહી આદરી છે.