પ્રયાગરાજ કુંભમાં જઈ રહેલ શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત : 10ના બનાવ સ્થળે જ મોત
copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે પ્રયાગરાજ કુંભમાં જઈ રહેલ શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કેટલાક લોકોના મોત થયા છે. આ અકસ્માત પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર થયો હતો. અહી બોલેરો કાર અને બસ વચ્ચે ટક્કર થતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ બનાવમાં 19 લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બોલેરોમાં સવાર તમામ દસ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું સામે આવ્યું હતું.