અંજારના વરસામેડીમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

rape

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનારા આરોપી વિરદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડીના આરોપી શખ્સે 31 વર્ષીય પરિણીતાને  બદનામ કરવા તથા તેના પતિને કહી દેવાની ધમકી  તથા ગાળો આપવા સાથે  ફરિયાદીના ઘરે જઈ વારંવાર આ કૃત્ય આચર્યું હતું. ઉપરાંત પિડીતાને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે એક વર્ષ પહેલાંથી આજદિન સુધીમાં બનેલ આ બનાવ વિશે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.