અમરેલીમાં દીપડાએ 8 વર્ષના માસૂમ બાળક પર હુમલો કરતાં હોસ્પીટલમાં દાખલ

dipdo

copy image

copy image

  અમરેલીમાં દીપડાએ 8 વર્ષના માસૂમ બાળકને નિશાન બનાવી તેના પર હુમલો કરી દીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  અમરેલી ખાતે આવેલ રાજુલાના વાવેરા ગામમાં આ બનાવ બન્યો છે. અહી વહેલી સવારે 8 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરી દીધો હતો. આ બનાવમાં આ માસૂમ બાળકને મોઢા, હાથ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. જાણવા મળી રહ્યું છે કે ઘાયલ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. તેમજ બનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરાઈ છે.