અમદાવાદમાં પુરપાટ દોડતી કારે અનેક વાહનોને હડફેટમાં લીધા : ચાર ઘાયલ, એકનું મોત

image-113

copy image

copy image

અમદાવાદમાં પૂર ઝડપે દોડી રહેલી એક કારે ગોઝારો અકસ્માત સર્જ્યો છે, જેનો ભોગ અનેક લોકો બન્યા હોવાનું સામે આવ્યું છે.  મીઠાખળી વિસ્તારમાં HCG હોસ્પિટલની નજીક આવેલ દેરાસર પાસે બનાવ બન્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદમા આવેલ મીઠાખળી વિસ્તારમાં પુરપાટ દોડતી આ કારના ચાલકે અનેક વાહનોને અડફેટે લેતા ચાર લોકો ઘાયલ થયા હતા જ્યારે એક મહિલાનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.