સિહોરના GIDC-1માં રોલિંગ મીલમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતાં 4 શ્રમિકો ઘાયલ
copy image

ભાવનગર ખાતે આવેલ સિહોરના GIDC-1માં રોલિંગ મીલમાં બ્લાસ્ટ થતાં 4 શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ તમામ શ્રમિકો આ ફેક્ટરીમાં કામ કરી રહ્યા હતા તે સમયે કોઈ કારણો સર અચાનક બ્લાસ્ટ થયો હતો. જાણવા મળી રહ્યું છે કે, આ બનાવમાં 4 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.