ભાવનગરમાં જાનમાં જઈ રહેલી ખાનગી બસમાં એકાએક આગ ભભૂકી : લાખો રૂપિયા તેમજ બે તોલા સોનું બળીને ભશ્મ થયા

copy image

copy image

ભાવનગરમાં ખાનગી બસમાં આગ ફાટી નીકળી હોવાનો બનવા સપાટી પર આવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જાનમાં જઈ રહેલા જાનૈયાઓની ખાનગી બસમાં આ બનાવ સર્જાયો હતો.  ભાવનાગરના નારીગામથી ગારિયાધારના ઘોબા ગામે જાનૈયાઓ ભરીને ખાનગી બસ લઈ જવાઈ રહી હતી તે સમય દરમ્યાન કોઈ કારણોસર આ બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી છે. જાણવા મળી રહ્યું છે બસમાં સવાર તમામ લોકોએ બારીમાંથી કુદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનામાં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને ભશ્મ થયું હતું.