અમદાવાદમાં માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરના ચાલકે એક્ટીવા ચાલકને હડફેટમાં લેતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

accident

copy image

copy image

અમદાવાદમાં ડમ્પર ચાલકે એક્ટીવાને હડફેટમાં લેતા 19 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદ શહેરના બાકરોલ રીંગરોડ ટોલ પ્લાઝા નજીક આ બનાવ બન્યો હતો. અહી માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરના ચાલકે એક્ટીવા ચાલકને ટક્કર મારી હાફેટમાં લીધો હતો. સર્જાયેલ અકસ્માતમાં એક્ટીવા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે અકસ્માત બાદ ડમ્પર ચાલક ભાગી ગયો હતો. આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.