જવાહર નગર નજીક ટ્રેકટર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં આધેડ બાઈક ચાલકનું મોત

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ જવાહર નગર નજીક ટ્રેકટર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં આધેડ બાઈક ચાલકનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઘટના જવાહરનગર નજીક શ્યામ કાંટા નજીક બની હતી. ગાંધીધામ કાર્ગોમાં રહેનાર અશોક સોલંકી નામના આધેડ પોતાની બાઈક લઈને મજુરને લઇને જવાહર નગર જઇ રહ્યા હતા તે સમયે અજાણ્યા ટ્રેકટર ચાલકે બાઇકને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે બાઈક ચાલકનું મોત થયું હતું. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.