ભચાઉના વિજપાસરમાં રહેણાક મકાનમાંથી 79 હજારના દારૂના જથ્થા સાથે બેની અટક

copy image

ભચાઉ ખાતે આવેલ વિજપાસરમાં એક રહેણાક મકાનમાંથી 79 હજારના દારૂના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વિજપાસર ગામના કોળીવાસમાં રહેનાર રાજા ઉર્ફે બાબુ ભીખા ચાવડાએ પોતાના કબ્જાના મકાનમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પડી કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ મકાનમાંથી કુલ રૂા. 79,092ના દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવેલ છે. તપાસ દરમ્યાન દારૂ વેચનાર અન્ય બે શખ્સોના નામ સામે આવતા તેમને ઝડપી પાડવા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.