બિદડામાં 35 વર્ષીય પરિણીતાના આપઘાત કેસમાં પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

માંડવી ખાતે આવેલ બિદડામાં 35 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાના પ્રકરણમાં પતિના ત્રાસના કારણે આ મહિલાએ આવું પગલું ભર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આરોપી શખ્સ તેમની પત્ની હતભાગી મહિલાને છેલ્લા ચારેક વર્ષથી અવાર નવાર શારીરિક-માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનુ સામે આવ્યું છે. જે આ મહિલા સહન ન કરી સકતા આખરે તેમને જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આદરી છે.